षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)
Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary
महाप्रभु वल्लभाचार्य द्वारा
पृष्ठ 144, कुल 408 में से
संदर्भ में पढ़ेंप्रस्तावना.
સિદ્ધાન્તમુક્તાવલીનું અષ્ટ ટીકા સાથે મુદ્રણ-પ્રાકટ્ય સદ્ગત શેઠ માધવજી ઠાકરસી તથા તેમના નાના ભાઇ શેઠ રણછોડદાસ ઠાકરસીના સ્મરણાર્થે તત્પુત્ર ભગવદ્ધર્મપરાયણ શેઠ રામદાસ રણછોડ- દાસના દ્રવ્યથી થાય છે. શ્રીજીવનલાલજી મહારાજશ્રીના દ્રવ્યાદિ સાહાય્યથી અમે સેવાફલ, નિરોધ- લક્ષણ, સંન્યાસનિર્ણય, જલભેદ, પંચપદ્ય, અને ભક્તિવર્ધિની એટલા ગ્રન્થોની યાવત્પ્રાપ્યટીકાસમેત પ્રસિદ્ધિ કરી છે. તેજ પદ્ધતિને અનુસરીને સિદ્ધાન્તમુક્તાવલી ગ્રન્થ પણ જેટલી ટીકા અમને મલી તેટલીનો સંગ્રહ કરી, યથાશક્તિ યથામતિ શોધીને પ્રસિદ્ધ કરીએ છીએ. શેઠ રામદાસ- ભાઇની ઇચ્છાથી ગુર્જર ભાષાન્તર પણ શ્રીમત્પ્રભુચરણની ટીકા અને શ્રીપુરુષોત્તમજીના પ્રકાશના છાયારૂપ આપ્યું છે. ભાષાન્તર કરતી વખતે અદ્યાપિ પર્યન્ત પ્રકટ થયેલા સિદ્ધાન્તમુક્તાવલીના ભાષાન્તરો—શાસ્ત્રી શ્યામજી, શાસ્ત્રી રાઘવજી, શાસ્ત્રી છગનલાલ અમરજી આદિના—જોયાં છે. અત્ર મુદ્રિત કરેલી ટીકાઓ પણ જોઇ છે. તોપણ આચાર્યશ્રીનો નિગૂઢ આશય બહુ સ્થલે યથાસ્થિત ઉદ્ઘાટન કરવામાં સંદેહ રહે છે. વસ્તુતઃ આચાર્યશ્રીના ગ્રન્થોના ભાષાન્તરનો સમય હજુ આવ્યો નથી. મૂલ ગ્રન્થકારના આશયને યથાસ્થિત સાચવી શકે એવા ભાષાન્તર યોજ- વાને વાસ્તે વારંવાર શ્રદ્ધાપૂર્વક વાચન અને પઠન પાઠનની અપેક્ષા છે. સંપ્રદાયમાં ભણવાનું તો નેવે મુકાયું છે. એવા સંયોગોમાં શુદ્ધ ભાષાન્તર ત્વરાથી થવાની અપેક્ષા કરવામાં આવે તો તેમાં પ્રયત્નસાધ્યતાં આવતા એ ભાષાન્તરમાં ક્લેશજન્યતાને લઇને પ્રસાદ હોવાનો સંભવ ઓછો રહે છે. સિદ્ધાન્તમુક્તાવલીની અત્ર સંગૃહીત ટીકાઓમાં શ્રીમત્પ્રભુચરણની વિવૃતિ તો આપશ્રીએ ‘હૃદયમાં ધરી’ એમ કહેવાથી આચાર્યશ્રીના મૂલગ્રન્થની સમાન જ અમારા જેવા અનધિકારીને માટે તો ગૂઢ થઈ પડી છે. શ્રીગોકુલેશ, શ્રીકલ્યાણરાયજી, શ્રીવલ્લભાદિની ટિપ્પણીઓ અતિસૂક્ષ્મ છે. શ્રીપુરુષોત્તમજીનો પ્રકાશ સિદ્ધાન્તમુક્તાવલીના બોધમાં બહુ ઉપયોગી થાય છે, પરન્તુ શ્રીપુરુ- ષોત્તમજી પાસે પણ શ્રીગુસાંઇજીની વિવૃતિની અન્તિમ આવૃત્તિ નહિ હોવાથી, ઘણે સ્થલે આશય સમજવામાં સંદિગ્ધતા રહી છે. લાલૂભટ્ટની સ્વતંત્ર ટીકા છે, છતાં એક બે શાસ્ત્રાર્થના પાંડિત્યદ્યોતક વાદસંગ્રહ વિના મૂલ ગ્રન્થના આશય સમજવામાં સહાયક બહુ નથી. શ્રીદ્વાર- કેશજીની ટીકા ત્રુટિત લાગે છે. શ્રીહરિરાયજીનો પ્રકીર્ણ લેખ એક જ પ્રતિ ઉપરથી મુદ્રિત થયેલો હોવાથી સંદિગ્ધ જ રહે છે. આ સિવાય બે ટીકાઓ અમારા જોવામાં આવી છે. એક નનામી અન્વયમુખી અને બીજી વિસ્તૃત પણ ધડ માથા વગરની ટીકા મુંબઇના શ્રીગોકુલના- થજીના સંગ્રહમાં જોઇ છે. પરન્તુ ઉભય એટલી તો અશુદ્ધ માલૂમ પડી કે તેને મુદ્રિત કરવાનું સાહસ ઉચિત લાગ્યું નહિ. તેથી અત્ર કરેલા ભાષાન્તરમાં પણ મહાનુભાવોને પગલે ચાલી આચાર્યશ્રીના ચરણરજની આકાંક્ષા કરતાં ક્ષમાની પ્રાર્થના જ કરવા વિના અન્ય કથન વાચો- વિગ્લાપન લાગે છે. કારણ કે આ વસ્તુસ્થિતિમાં ભાષાન્તર કરવું એ એક પ્રકારનું ધાર્ષ્ટ્ય લાગે છે. અત્ર એટલું જ કહીશું કે, ‘यदत्र सदसद्वापि जीवबुद्ध्या मयोदितम् । तत्क्षमन्त्वपराधं मे कृपया दीनवत्सलाः ।’
पुस्तकसंग्रह अने संशोधन.
૧. શ્રીમત્પ્રભુચરણ-શ્રીગુસાંઇજી-કૃત વિવૃતિ નીચે જણાવેલી ૨૧ પ્રતિના આધારે શોધીને મુદ્રિત કરી છે. આ પ્રતિઓ જોતાં એક અનુમાન જે અમને સ્ફૂર્યું તે અત્ર જણાવવું આવ- શ્યક છે. શ્રીમત્પ્રભુચરણની વિવૃતિની ત્રણ આવૃત્તિ થયેલી દિશે છે. પ્રથમ આવૃત્તિ સૂક્ષ્મ છે.