षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)
Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary
महाप्रभु वल्लभाचार्य द्वारा
पृष्ठ 147, कुल 408 में से
संदर्भ में पढ़ें૭ સદ્ગત તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પત્ર ૫. ૮ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૪. પ્રાચીન. ૯ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૩. ૧૦ અસ્મદીય. ૧૧ શ્રીનાથદ્વારનું મુદ્રિત. ઉપર જણાવેલાં દશ હસ્તલિખિત અને એક મુદ્રિતના આધારે આ ટિપ્પણીનું શોધન- મુદ્રણ થયું છે. ૪ શ્રીપુરુષોત્તમજીનો પ્રકાશ નીચે જણાવેલા પુસ્તકોને આધારે શોધીને મુદ્રિત કર્યો છે. ૧ નડીઆદના વૈષ્ણવભાઈ રુકિમણીનું, પ્રાચીન શુદ્ધ. ૨ કોટાના શ્રીમન્મથુરેશજીના સંગ્રહમાંનું, ત્રુટિત. ૩ શ્રીવલ્લભલાલજીનું. આપશ્રીએ કૃપા કરીને કામવનના સંગ્રહમાંથી મોકલાવેલું. શ્રીપુરુષો- ત્તમજીના પ્રકાશની આ પ્રતિ દ્વિતીય આવૃત્તિરૂપ લાગે છે. કારણકે આમાં કૌંસમાં મુદ્રિત કરેલા ભાગો અન્ય હસ્તલિખિત પ્રતોમાં અને શ્યામજીશાસ્ત્રીની મુદ્રિત પ્રતમાં જોવામાં આવ્યા નથી. છતાં લેખન પદ્ધતિથી એ ભાગો શ્રીપુરુષોત્તમજીનાજ હોય, એમ દિશે છે. શ્રીગુસાંઈજીની માફક શ્રીપુરુષોત્તમજીએ પણ એકવાર પો- તાનો લખેલો પ્રકાશ પ્રચલિત થઈ ગયો હોય, ત્યારપછી આ ભાગ ઉમેર્યા હોય, એમ સંભવિત છે. ૪ શ્રીનાથદ્વારનું મુદ્રિત. ૫ શ્રીવલ્લભજીની ટિપ્પણી નીચે જણાવેલાં પુસ્તકોને આધારે શોધીને છાપી છે. ૧ નડીઆદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીનું, આ પુસ્તક મૂલ લાગે છે. પ્રથમ આ ટીકા શ્રીવ્રજનાથજીએ લખેલી અને તે પોતાના ગુરુ શ્રીવલ્લભજી ઉપર મોકલી આપેલી, અને શ્રીવલ્લભજીએ પોતે જ્યાં લાગ્યું ત્યાં સુધારા વધારા કર્યા પછી આ ટીકા પ્રચ- લિત થઈ હોય, એમ દિશે છે. આ પ્રતિમાં થએલા સુધારા અને ઘટાડા મૂલગ્રંથ- પ્રયોજકે પોતાના શ્રીહસ્તથી કર્યા હોય, એમ દિશે છે. આ પ્રકારની આ શોધેલી આવૃત્તિ શ્રીવિઠ્ઠલેશાત્મજ શ્રીવલ્લભના નામથી સંપ્રદાયમાં પ્રસિદ્ધ થએલી છે. અને મૂલપ્રતિ જેનાઉપર આ શોધ કરવામાં આવેલો છે, તે શ્રીરઘુનાથાત્મજ શ્રીવ્રજ- નાથજીના નામથી સંપ્રદાયમાં પ્રચલિત છે. આ રીતની આ ગુરુશિષ્યની સેવાફલની બે ટીકાઓ પણ જોવામાં આવી છે. આમાં બાર પત્ર છે. ૨ શ્રીવલ્લભલાલજીનું, પત્ર ૧૦ ૩ પં. ગઠ્ઠૂલાલાજીનું, નૂતન. પત્ર ૧૧. ૪ પં. ગઠ્ઠૂલાલાજીનું, ત્રુટિત. ૫ ભગવદીય મનમોહનદાસભાઈનું, નૂતન. ૬ શ્રીનાથદ્વારનું મુદ્રિત પુસ્તક. ૬ ઉપર પ્રમાણે જણાવેલી શ્રીવ્રજનાથજીની ટિપ્પણી નીચે જણાવેલા પુસ્તકોને આધારે શોધીને છાપી છે. ૧ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૧૧. ૨ શ્રીમન્મથુરેશજીના સંગ્રહમાંનું, પત્ર ૧૫. ૩ પં. ગઠ્ઠૂલાલાજીનું. ૪ ભગવદીય મનમોહનદાસનું.