भारतकोश
षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary

महाप्रभु वल्लभाचार्य द्वारा

DevanagariHindipublished408 पृष्ठ

पृष्ठ 148, कुल 408 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 148

૭ લાલૂભટ્ટજીની સ્વતંત્ર ટીકાનું મુદ્રણ અને શોધન નીચે જણાવેલા પુસ્તકોને આધારે થયું છે. ૧ શ્રીવલ્લભલાલજીનું, પત્ર ૨૬. નૂતન. ૨ પં. ગટ્ટૂલાલજીનું, નૂતન. પત્ર ૧૫. ૩ શ્રીવલ્લભલાલજીનું, પત્ર ૧૮. ૪ શ્રીજીવનલાલજીનું, પત્ર ૧૮. ૫ શ્રીનાથદ્વારનું, મુદ્રિત. પત્ર ૬. ૬ પં. બલભદ્રનું, મુદ્રિત. ૮ શ્રીદ્વારકેશજીની ટિપ્પણીનું મુદ્રણ એકજ પુસ્તકને આધારે થયું છે. આ પ્રતિ શાસ્ત્રી મગ્નલાલ ગણપતિરામની છે. ૯ શ્રીહરિરાયજીનો સ્વતંત્ર. પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંથી પ્રાપ્ત થએલા એકજ પત્રને આધારે મુદ્રિત થએલો છે. ઉપર જણાવેલા ગોસ્વામિબાલકો શ્રીવલ્લભલાલજી, શ્રીરણછોડલાલજી, શ્રીગોકુલનાથજી અને શ્રીગોપિકાવલ્લભજી તથા પં. ગટ્ટુલાલાજીની સંસ્થા, સદ્ગત તનસુખરામભાઈ, શાસ્ત્રી મગ્નલાલ ગણપતિરામ, મુખ્યાજી ગોકુલદાસજી, શાસ્ત્રી ભદ્રશંકર, ભટ્ટ બલભદ્રશર્મા, વાડીલાલભાઈ, ભગવદીય મનમોહનદાસભાઈ, વગેરેનો અમારા ઉપર પરમ ઉપકાર આ પુસ્તકોના સંગ્રહમાં થયો છે. પં. બલભદ્રનું ઔદાર્ય અમે વારંવાર સ્મરીએ છીએ, અને અમને આશા છે, કે અન્ય વિદ્વાનો પણ એમનું પુસ્તકપ્રદાનના વિષયમાં અનુકરણ કરશે. શ્રીરણછોડલાલજીના શાસ્ત્રીઓ હરિકૃષ્ણ અને ચિમનલાલનો ઉપકાર વિસ્મરણીય નથી. કારણ કે તે લોકોએજ શ્રીરણછોડલાલજીના હસ્તલિખિત પુસ્તકો શ્રીજીવનલાલજીના સંગ્રહમાંથી લાવીને આપ્યા હતા, તેમજ શાસ્ત્રી વસંતરામે પણ ચંદ્રાવાડીના શ્રીવલ્લભલાલજીના સંગ્રહમાંથી સિદ્ધાંતમુક્તાવલીની કેટલીક ટીકાઓ લાવીને આપી હતી; તેથી તેમનો પણ ઉપકાર અમારા ઉપર થયો છે. શ્રીગોપિકાવલ્લભજીએ શ્રીગોકુલાધીશના મંદિરમાઁના સંગ્રહને આજ કાર્ય માટે અમને પરમ ઉદારતાથી જોવા દીધો હતો, તેથી તેઓશ્રીનો ઉપકાર પણ અમે માનીએ છીએ. આ સંગ્રહમાં શ્રીરઘુનાથજીકૃત ટીકાનો સમાવેશ કરી શક્યા નથી. આ ટીકાની બે પ્રતિ કાંકરોલીમાં શ્રીદ્વારકાધીશજીના મંદિર સંગ્રહમાં છે. હરીચ્છાથી એ ટીકા પ્રયત્નસાધ્ય થઈ નથી. ग्रन्थकृत्परिचय. શ્રીમત્પ્રભુચરણનો પરિચય સાંપ્રદાયિકોને કરાવવો, એ તો સૂર્યનું દર્શન દીપકથી કરાવવા જેવું છે. શ્રીગોકુલેશ, શ્રીકલ્યાણરાયજી શ્રીહરિરાયજી અને લાલૂભટ્ટ એ મહાનુભાવોનો પરિચય અમારાદ્વારા શ્રીજીવનલાલજીના આશ્રયથી પ્રસિદ્ધ થયેલા ષોડશગ્રંથોમાં કરાવેલો છે, એટલે અહીં તેની પુનરુક્તિ કરવાની આવશ્યકતા જોતા નથી. શ્રીદ્વારકેશજી છપ્પન ભોગવાલા થોડા સમય પર થઈ ગયેલા શ્રીમદ્રુજીમહારાજના પિતૃચરણ થાય. શ્રીવલ્લભજી તથા શ્રીવ્રજનાથજી એ ગુરુશિષ્ય ગોસ્વામિબાલકોનું અત્ર સ્થલ સંકોચને લઈને વિશેષ વિવેચન નહિ કરતાં જિજ્ઞાસુઓને વાસ્તે અમારા તરફથી પ્રસિદ્ધ થતા સાંપ્રદાયિક માસિક વેણુનાદમાં હવે પછી યથાવકાશ સવિસ્તર ચર્ચીશું. અહીં એટલુંજ જણાવીશું કે શ્રીવ્રજનાથજી પ્રથમ ગૃહના શ્રીગોપીનાથ દીક્ષિતજીના વંશમાં થયા છે, અને શ્રીવલ્લભજી પંચમગૃહ શ્રીરઘુનાથજીના વંશમાં થએલા છે.