भारतकोश
षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary

महाप्रभु वल्लभाचार्य द्वारा

DevanagariHindipublished408 पृष्ठ

पृष्ठ 86, कुल 408 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 86

સંશોધન

—————

આ ગ્રન્થની બે ટીકા—શ્રીદેવકીનંદનજીની અને શ્રીપુરુષોત્તમજીની ટીકા—શ્રીગોકુલનાથજી મહારાજ તરફથી મુદ્રિત થઈ હતી. આ મુદ્રિત પ્રતિનો પણ અમે હસ્તલિખિત પ્રતિસહ સંવાદ કરી પ્રેસકૉપીમાં ઉપયોગ કર્યો છે. પાઠભેદ જે અત્યાવશ્યક લાગ્યા તે રાખ્યા છે. શ્રી- દ્વારકેશ ચરણની ટીકા માટે અમે બહુ આયાસ કર્યો, પરંતુ પ્રભુ ઈચ્છાએ કાલાવધિ પૂર્ણ થતાં “ગુજરાતી” પ્રેસના માલિક શ્રીયુત નટવરલાલ ઇચ્છારામભાઈ દેશાઈ તરફથી અમને મળી. તે ઘણી જ શુદ્ધ, પ્રાચીન અને વાચિત છે, તેથી આ એક પ્રતિથી પણ કાર્ય સુંદર અને સરલ થયું. આ ટીકાકાર પ્રાચીન છે. આ શ્રીદ્વારકેશચરણની ટીકાનો અને શ્રીદેવકીનંદન- જીની ટીકાનો ઉલ્લેખ પોતાની ટીકામાં શ્રીપુરુષોત્તમજી કરે છે. આવા સામ્પ્રદાયિક ઘણાખરા સુંદર પ્રાચીન ગ્રન્થો શ્રીયુત નટવરલાલભાઈ પાસે છે, અને વિનાસંકોચે ગ્રન્થો છાપવા માટે આપે છે, તે તેમની વિદ્વત્પ્રિયતા સૂચવે છે. એ માટે અમે તેમનો આભાર અત્ર ઉચિત સ્થાને માનીએ છીએ. શ્રીયમુનાષ્ટકના ઉપર શ્રીદ્વારકેશજીની ટીકા માટે બહુ પ્રયાસ કરતાં કાશીમાંથી ફક્ત અમને પ્રથમ શ્લોકની જ ટીકા મળી છે. શ્રીહરિરાયચરણ અને શ્રીપુરુષોત્તમચરણની ટીકા તો મુદ્રિત થઈ ગઈ છે. પરંતુ શ્રીદ્વારકેશજીની ટીકા મળી જાય, તો આ ષોડશ ગ્રન્થનું કાર્ય અમારા શિર ઉપરનું પૂર્ણ કરી દઈએ. આપણા સમ્પ્રદાયમાં આ ષોડશ ગ્રન્થ ઉપરનું સાહિત્ય અનહદ ઉપયોગિ છે, તે હરકોઈ જાણે છે; પરંતુ શોકની વાત એ છે કે પોરબંદરસ્થ ગો૦ શ્રીજીવનલાલજી મહારાજે મુદ્રણ કરાવેલા સેવાફલાદિ અનેક ગ્રન્થો હજુ શિલિકમાં પડ્યા છે. વૈષ્ણવો તરફથી તે ખરીદી જો ઉત્તેજન ન આપવામાં આવે અને તેનો વાચનમાં ઉપયોગ ન કરવામાં આવે ત્યાં સુધી તે મુદ્રિત હો કે લિખિત હો, એ સમાન છે. આજ હેતુથી સભાસદ્નું વર્ગીકરણ શુદ્ધાદ્વૈત મહાસભાને રાખવું પડ્યું છે, કે જેથી આ સભાએ પ્રકટ કરેલા વિવેકધૈર્યાશ્રયાદિ ગ્રન્થો સીધા જ સભાસદ્ના ગૃહમાં પધરાવાય. ચતુઃશ્લોકીનો પણ ઉદ્દાહાર મારે હાથેજ લખાયો હતો. વિવેકધૈર્યાશ્રય વખતે શુદ્ધાદ્વૈત મહાસભાનું મહાધિવેશન હતું તેથી ત્વરામાં તેનું મુદ્રણ થયું હતું. પરંતુ આ ગ્રન્થ શાંતિથી થયેલ છે તેથી પ્રભુકૃપાએ શુદ્ધ મુદ્રણ થયું છે, તથાપિ જીવબલ વિચારી વિદ્વદ્વર્ગ અશુદ્ધિ પરત્વે ક્ષમા અર્પશે.

જ્યેષ્ઠ શુક્લ ૧૫ } ભવદીય સં. ૧૯૮૭ } શાસ્ત્રી ચીમનલાલ